STORYMIRROR

Bharat Thacker

Inspirational

4  

Bharat Thacker

Inspirational

કંઈક મીઠ્ઠુ થઈ જાય

કંઈક મીઠ્ઠુ થઈ જાય

1 min
519

બચપનથી બુઢાપા સુધી, જિંદગીમાં ચોકલેટ હમેશ ખાસ છે,

ચોકલેટ અને એની બહેન પીપર, લહેજત આપતી મીઠાસ છે.


વરીયાળી પીપર, રાવલગાવ અને જેમ્સ સુધીની છે મધુર સફર,

ચોકલેટ અને પીપરની સાથે સંકળાયેલ ચોકલેટી ઈતિહાસ છે.


દરેકે દરેક બાળકનો ઉછેર સાથે સંકળાયેલ રહી છે ચોકલેટ હંમેશાં,

કાંઈ ન લાવી શકાય ત્યારે, પિતા પાસે ચોકલેટ નો ઉપાય આસપાસ છે.


બંધ મુઠ્ઠીમાં હોય છે પોતાના સપનાઓનુ આસમાન,

બાળકની બંધ મુઠ્ઠીમાં ચોકલેટની સુવાસ છે.


તહેવારોનો આનંદ અને રોનકમાં વધારો કરતી હોય છે પારંપારીક મીઠાઈઓ,

કંઈક મીઠ્ઠુ થઈ જાયની ભાવના સાથે હવે ચોક્લેટનો પણ અવકાશ છે.


સુગરના દર્દી રાખતા હોય છે ચોકલેટ પોતાના ખિસ્સામાં,

તાત્કાલિક દવા તરીકે અહિયાં ચોકલેટ સાધ્યો પોતાનો વિકાસ છે !


રીસામણા અને મનામણા હોય છે દરેકની જિંદગીનો એક ભાગ,

રીસાયેલ ને મનાવવામાં ચોકલેટનો ઉપાય લાવી શકે હાશ છે.


પતિ-પત્ની સાથે મળીને ચગળતા હોય છે ચોકલેટ,

દામ્પત્ય જીવનને વધુ મધુર બનાવવામાં પણ ચોકલેટ ખાસ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational