STORYMIRROR

Kaushik Dave

Fantasy Inspirational Children

3  

Kaushik Dave

Fantasy Inspirational Children

કલ્પનાની પાંખે

કલ્પનાની પાંખે

1 min
133

કલ્પનાની પાંખે મને પાંખો આવી

બાળકોને વાર્તા કહું ને કલ્પના કરી,


દાદાજી કહે કે શું વાર્તા કહું 

રાજાની કહું કે રાણીની કહું ?


બાળકો કહે કે ના..ના પરીની કહો,


કલ્પનાની પાંખે મને પાંખો આવી

બાળકોને વાર્તા કહું ને કલ્પના કરી,


બાળકોની વાત માની વાર્તા કહું

પરી અને બાળકોની વાર્તા કહું,


સ્વર્ગમાંથી આવી હતી રાની પરી 

સાથે લાવી હતી જાદૂઈ છડી,


બોલો બાળકો શું શું આપું ?

બાળકો કહે એ પરી એ આપ્યું,


નાના નાના દફ્તર આપ્યા

ભણવા માટે નોટબુક પણ આપી,


બોલી બાળકો ભણશો તમે ?

મોટા થઈને શું બનશો તમે ?


ધીરે ધીરે બાળકો સૂઈ ગયા

દાદાજી પણ બિસ્તર પર લેટી ગયા,


કલ્પનાની પાંખે મને પાંખો આવી

બાળકોને વાર્તા કહું ને કલ્પના કરી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy