STORYMIRROR

Jivatiben Bachubhai Pipaliya

Inspirational Others

4  

Jivatiben Bachubhai Pipaliya

Inspirational Others

કલ્પનાના તૂતે રાચે જગત

કલ્પનાના તૂતે રાચે જગત

1 min
291

જીન જીનીમાં માને અહીં,

પ્રસ્વેદ પાડી જાણે નહીં.

કલ્પનાના તૂતે રાચે જગત,

બેઠા બેઠા કંઈ પામે નહીં !


હુકમ મેરે આકા કહે કોઈ,

એમ દ્વારે સિદ્ધિ આવે કદી

ક્યાંથી મળે સુખ સાહ્યબી !

ઊંઘ આળસને ત્યાગે નહીં !


કર્યાં વિણ કંઈ ના મળે,

કરેલું ફોગટ જાવે નહીં.

જાણજે સિદ્ધાંત અનોખો,

કર્મ વિણ ફળ પાવે નહીં !


અણમોલ શરીર ઈશે દીધું

ગણ એને જાદુઈ ચિરાગ !

ભાગ્ય ભરોસે બેસી રહેતાં,

લક્ષ્યને કદી આંબે નહીં !


જીન જીનીના ગપગોળામાં,

'શ્રી' કદી પણ આવે નહીં,

અવિરત રહે એ સાબદી,

કર્મફળ સિવાય કશુ માને નહીં !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational