કલ્પના પણ કરી નથી શકતાં
કલ્પના પણ કરી નથી શકતાં
તારા વગર આ હોઠ મલકાઈ પણ નથી શકતાં,
રડવું છે, પણ આંખોથી આંસુ છલકાઈ નથી શકતાં,
તારી વગર તો રાહતના શ્વાસ નથી લઈ શકતાં,
દર્દ તો ઘણા છે પણ દવાથી પણ રૂઝાઈ નથી શકતાં,
જુદાઈનું ઝેર તો અમે પી નથી શકતાં,
અમે તો ખુદથી પણ રિસાઈ નથી શકતાં,
કેવો જાદુ કર્યો છે તારા આ પ્રેમે ! વિચારી નથી શકતાં,
અમે તો ખુદથી ખુદને પણ અમે મળી નથી શકતાં,
કેવી તાકાત છે તારા પ્રેમમાં એ વર્ણવી નથી શકતાં !
તારા વગર જીવવાની તો અમે કલ્પના પણ કરી નથી શકતાં.

