STORYMIRROR

Nayana Charaniya

Inspirational

4  

Nayana Charaniya

Inspirational

કલમની ભાષામાં કહીએ

કલમની ભાષામાં કહીએ

1 min
281

તલવાર ઉપાડવાની ભાષા તો સૌ કોઈ જાણે છે

કલમ ઉપાડવાની ભાષા બોલો તો માનીએ

અલગ કરવાની તાકાત તો સૌ કોઈ જાણે છે

ભેગા કરવાની કરો તો માનીએ


રિવાજો, રૂઢિઓ તો સૌ કોઈ માને છે

તલવાર વિના તોડો તો માનીએ

સહેલું નથી શબ્દોને મઠારવું પણ

ઉઝરડા પડ્યા વિના ઉપડે કલમ તો માનીએ


તલવારની ધારે તો સૌ કોઈ ડરે એ જાણીએ

કલમની ભાષામાં સુધારો તો જાણીએ


તલવારની ધારે નીકળે લોઈ અને

શબ્દની શરણે તો આંસુઓ અહીં

દુનિયા આખીમાં બદલાવ

નાનકડી કલમે બદલાયેલ જાણીએ અહીં ! 


એમજ નથી લખાતા શબ્દો ને ભાવો

એ જાણીએ અહી

લોહી લુહાણ થયેલ લાગણીઓને

વાચા મળે ત્યારે લખાય અહી


તલવાર ઉપાડવાની તાકાત તો સૌ કોઈ જાણે અહીં

કલમ ઉપાડવાની તાકાત રાખો તો જાણીએ અહીં

અલગ કરવાની તાકાત તો સૌ કોઈ જાણે છે

ભેગા કરવાની કરો તો માનીએ


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational