STORYMIRROR

Pravin Maheta

Inspirational

4  

Pravin Maheta

Inspirational

કલમ

કલમ

1 min
19

માનવ શબ્દ બોલીએ પણ બનતા નથી,

વાચા આપી તો કેમ મધુર બોલતા નથી.


ઈશ્વરે આપ્યું તેમાં સંતોષ માનતા નથી,

પોતાનું જ ભરવું બીજાનું ભરતા નથી.


દસમો ભાગ તે બીજા કેમ કાઢતા નથી,

ગ્રંથોને વાંચીને કેમ જ્ઞાની બનતા નથી.


પાપી કેમ પાપ કરતા કદી ડરતા નથી,

એકજ પરિવારમાં તે કેમ એકતા નથી.


માણસો કાળ અને ક્રોધ ને મૂકતા નથી,

માયાના બંધનોથી ક્યારેય છૂટતા નથી.


બાહ્ય દર્પણ સજે અંદર સજતા નથી,

બહાર સોનાના ને ઘરના ગમતા નથી.


અભિમાની કોઈ સંગાથે બેસતા નથી,

દુર્જન સજ્જનની સાથે ભળતા નથી.


નેવાના મોભે ચઢાવવા પણ ચડતા નથી,

કરમાયેલ મુખ વાળા કદી ખીલતા નથી.


રાંક જનોનું કહેવું ભિખારી માનતા નથી,

રોજે રોજ હોટલમાં ઘેર જમતા નથી.


અકર્મ કરનાર લોકો કેમ વળતા નથી,

"પ્રવિણ" કવિઓ કલમ છોડતા નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational