કલલવ
કલલવ
ચકલી ફરતી ચીં ચીં કરતી,
કાબર કલબલ કરતી,
ખીસકોલી ડાળ ડાળ કૂદતી,
શીખવે પક્ષીઓ સ્નેહની રીતી.
લીમડો, પીપળો, આસોપાલવથી,
શોભે આ લીલુડી ધરતી.
પર્ણે પર્ણે ખીલતી,
જીવનની એ જડીબુટ્ટી;
પોષણ આપતી વનસ્પતિ.
ખળખળ વહેતું ઝરણું,
ઘીરી વહેતી નદી,
ઘુઘવતો સાગર,
વાદળ ને ઝાકળ,
વિવિધ રુપ વિવિધ સ્વરૂપ
ઋતુચક્ર કે જળચક્રથી,
ચાલતી સમયની ગતિ.
કેવી અજબ છે આ પૃકૃતિ.
