કળાની સાધના
કળાની સાધના
ન પૂછો મારા હાલ વિષે હું,
સ્વર સાગરમાં રહેનારો છું,
મધુર સ્વરના સંગાથથી હું,
જીવનને સુરીલું બનાવું છું,
વર્જીત સ્વરોથી દૂર રહી હું,
વાદી-સંવાદી અપનાવું છું,
રાગોના આલાપો કરીને હું,
મનના તરંગોને લહેરાવું છું,
રાગ-રસને ધ્યાને લઈને હું,
સુંદર બંદિશો બનાવું છું,
બંદિશોનું વાદન કરીને હું,
રોમ રોમમાં ફરકાવું છું,
હૃદયના ધબકાર સંગે હું,
મધુરી તાનોને વહાવું છું,
તિહાઈયોની રમત કરી હું,
વાતાવરણને મહેંકાવું છું,
સ્વર સાધનામાં ડૂબીને હું,
સરગમની માળા બનાવું છું,
"મુરલી" મધુરો નાદ કરી હું,
શ્રી કૃષ્ણ શરણમાં સમર્પુ છું.