STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational

કલાકાર

કલાકાર

1 min
206

કોઈ પણ કલાકાર ઈશ્વરની નજીક હોય છે,
કદાચ તેથીજ વ્યક્તિત્વ એનું અજીબ હોય છે !

એની દુનિયા અલગારી ને અલગ સૌથી અંદાઝ,
જીવતો એનામાં એક અલમસ્ત ફકીર હોય છે !

એકાંતના નગરનો એ સમ્રાટ ને શહેનશાહ,
દુનિયામાં એનો કદી ક્યાં કોઈ રકીબ હોય છે !

ભાગ્ય આરખીને ખુદનું ઘડે એ શિલ્પ અનોખું,
ને એની કૃતિમાંજ ઝળહળતું નસીબ હોય છે !

ભલે ને દેખાતો હોય એ ગરીબ જેવો બહારથી,
સંસારમાં એના જેવો ક્યાં બીજો અમીર હોય છે !

એક અલગ ઓળખ ઉપસતી ટોળા વચ્ચે સદા,
ખાસમખાસ તેથી અલગ એની તાસીર હોય છે !

"પરમ" ની સમીપ સરકતું સદાયે એનું વજૂદ,
"પાગલ" પન અનોખું તેથી એની જાગીર હોય છે !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational