કિસાન
કિસાન
હું પ્રકૃતિ રક્ષક, નામ છે મારું કિસાન
હું કહું છું સાંભળો, બની તમે કિસાન,
તાપને ધક્કો મારવાથી, સાંજ પડતી નથી
કુદરતને જયાં વરસવું છે, ત્યાં વરસ્યા વગર રહેતી નથી,
વરસતા વરસાદમાં ગયા વગર,ખેતી થાતી નથી,
શ્રમ, મહેનત ને વગર પરસેવે ફળ મળતા નથી
ખેતર ખેડયાં વગર, પાક લહેરાતો નથી,
નદી, તળાવને નહેરો એમ જ છલકાતા નથી.
કુદરતની કુદરત ! આમ જ વરસતી નથી.
હું ખેડૂત પ્રકૃતિ રક્ષક, આમ જ કિસાન બનતો નથી.