કિંમત ના અંકાઈ !!
કિંમત ના અંકાઈ !!
જન્મે હું એક દીકરી,
રસમોએ બનાવી નારી,
લગ્ન કરીને થઈ સન્નારી.. છતાંય
મારી કિંમત ક્યાંય ના અંકાઈ !!
જુવાનીની પાંખો ફૂટી,
પિતાએ પરણાવી દીધી,
ચૂંદડી ઓઢી સાજનની.. છતાંય
મારી કિંમત ક્યાંય ના અંકાઈ !!
ચૂંદડીમાં જોઈને મલકાઈ,
પિયુ સંગ રહેવા હરખાઈ,
સર્વસ્વ દીધું મેં સોંપી.. છતાંય
મારી કિંમત ક્યાંય ના અંકાઈ !!
મુસીબતો જતીને આવતી,
હું કદી ના હિંમત હારતી,
કદમે કદમ મિલાવ્યો.. છતાંય
મારી કિંમત ક્યાંય ના અંકાઈ !!
દીકરીને હું અર્પુ પ્રેરણા,
તારૂંય વિચારજે લગીર,
મારી જાતને હોમી દીધી.. છતાંય
મારી કિંમત ક્યાંય ના અંકાઈ !!
