ખૂબ મજેદાર જિંદગી
ખૂબ મજેદાર જિંદગી


થોડી મીઠી તો થોડી કડવી,
થોડી તીખી તો થોડીક ફિક્કી,
આવા ચટપટા સ્વાદ રોજ કરાવતી આ જિંદગી.
તેમ છતાં ખૂબ મજેદાર છે આ જિંદગી.
ક્યારેક ઊંચી તો ક્યારેક નીચે,
ક્યારેક આડી તો ક્યારેક સીધી,
આવા અણધાર્યા ખેલ રોજ કરાવતી આ જિંદગી.
તેમ છતાં ખૂબ મજેદાર છે આ જિંદગી.
કોઈ દિ' હસાવતી તો કોઈ દિ' રોવડાવતી,
કોઈ દિ' શોકમાં ડૂબાડતી તો કોઈ દિ' મોજ કરાવતી,
આવા નવા-નવા નાટક રોજ કરાવતી આ જિંદગી.
તેમ છતાં ખૂબ મજેદાર છે આ જિંદગી.