ખુલ્લા દિલનો માણસ
ખુલ્લા દિલનો માણસ


રખેને એને છંછેડતાં,
એ તો છે ખુલ્લા દિલનો માણસ.
લાગતો હશે લઘરેશ હોં, પણ એ છે ખુલ્લા દિલનો માણસ.
રાત-દિ' મજૂરી કરતો,
હસી-રમીને પેટિયું રળતો,એ છે ખુલ્લા દિલનો માણસ.
પશુ સંગે મિત્ર અને
અમાનવ સાથે પણ માનવ એ છે ખુલ્લા દિલનો માણસ.
સાચું બોલી, કડવાશ વહોરી,
અપ્રિય ક્યારેક બનતો, એ છે ખુલ્લા દિલનો માણસ.
થવું છે અઘરું, જાણે છે ખુદ,
મન-મોટા થવું, તો યે સદાય એ છે ખુલ્લા દિલનો માણસ !