STORYMIRROR

Nardi Parekh

Abstract

3  

Nardi Parekh

Abstract

ખુદની ખોજ

ખુદની ખોજ

1 min
144

બનીને કોલંબસ નાથ,

હું ખુદને ખોજતો રહ્યો,


વચ્ચે નડતી અહમની દીવાલને,

તોડવાને મથતો રહ્યો,


કરી સોહમનો સાદ,

તને પોકારતો રહ્યો,


તોય ન જાણે કેમ ?

માયા વમળમાં ફસાતો રહ્યો,


અવર્ણનીય, અકથનીય,

વેદનાઓ સહેતો રહ્યો,


હાંફી ગયો, પણ હાર્યો નહીં,

તને મળવા ફાળ ભરતો રહ્યો,


લોહીલુહાણ થઈને પણ,

તારા તરફ ઘસડાતો રહ્યો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract