ખુદાને બનાવીને
ખુદાને બનાવીને


નથી દીધું ખુદાએ કોઇને સુખદુખ રડાવીને,
મુકામે એ બધાને રોજ લાવે છે હસાવીને.
ગયા આવ્યા અહીં રાજા ભિખારી કેટલા લોકો,
હજી લગ કોઈના ગ્યું છે ખુદાનેએ બનાવીને.
નિસાસા એમ લેતાં ના તમે કોઈના એ કો'દી,
નથી ખુશ થ્યું હજીયે કોઈ કોઈનું પડાવીને.
જવાની છે જવાની જિંદગી સૌની જવાની છે,
બધાએ મોત લાવ્યાં કર્મની સાથે લખાવીને.
લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા