ખુદાએ કરામત કરી છે
ખુદાએ કરામત કરી છે
માછલીને જેમ જળની, એમ મને તારી આદત છે,
ચકોરને જેમ ચાંદની એમ મને તારી ચાહત છે,
જે કહી નથી શકતી તને હોઠથી,
એની મે શબ્દોમાં રજૂઆત કરી છે,
ઝંખું છું હું તારા પ્યારની કિંમતી દોલત,
એટલે જ તારાથી એક મુલાકાત કરી છે,
શાયદ તારાથી જ પ્રેરિત થયા હશે ફૂલો પણ,
એટલે જ મને આજે એને મહેકની સખાવત કરી છે,
ચાંદ જેવું મુખડું, ગાલે કાળું તલ, હોઠે લાલી,
તને બનાવીને જાણે ખુદા એ કરામત કરી છે !

