STORYMIRROR

Ashish Panchal

Romance Others

3  

Ashish Panchal

Romance Others

ખોવાયો છું તારી યાદમાં

ખોવાયો છું તારી યાદમાં

1 min
2.2K

કંઈ સમજાતું નથી શું લખું તારી યાદમાં,

લખ્યાં પછી ખોવાઈ જવું છું તારી યાદમાં.


મંઝિલ મારી સામે છે કે દૂર બસ આ બધું છે તારી યાદમાં,

વિસામો મળી જાય તેમ ખોવાઈ જવું છું બસ તારી યાદમાં.


આકાશ પણ રંગબેરંગી થઈ જાય છે જ્યારે ખોવાયેલો હોવું છું તારી યાદમાં,

લખવા માટે શબ્દ શોધવા માટે ખોવાવું પડે છે મારે તારી યાદમાં.


વિચારોની કમી નથી હોતી જ્યારે ખોવાયેલો હોવું છું તારી યાદમાં,

હવા પણ સરકીને ચાલી જાય છે,

જ્યારે ખોવાયેલો હોવું છું તારી યાદમાં.


કંઈ સમજાતું નથી શું લખું તારી યાદમાં,

લખ્યાં પછી ખોવાઈ જવું છું તારી યાદમાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance