ખોટું તો ખોટું હસતો ખરો !
ખોટું તો ખોટું હસતો ખરો !
ખોટું તો ખોટું,હસતો ખરો !
તું તારામાં,વસતો ખરો...ખોટું તો !
દુઃખ આવે,ના થઈએ દુઃખી,
કહેજો દુનિયામાં છે કોણ સુખી ?
આમ આગળ ખસતો ખરો...ખોટું !
રડીને ક્યાં દુઃખ જાય છે,
એતો હસવાથી દૂર થાય છે,
ભૂલી જઈ નવો રસ્તો કરો...ખોટું!
મુસીબતોની સામે,હસ્યા કર,
હસતા મુખે,તેને ડંસ્યા કર,
મોજનો પ્રવાહ ધસમસતો કરો...ખોટું!
હજુ ક્યાં કશું લૂંટાયું છે,
હજુ ઘણું તુજમાં દટાયું છે,
પરસેવાની પારસમણી ઘસતો ખરો ...ખોટું!
ખોટું તો ખોટું,હસતો ખરો !
તું તારામાં,વસતો ખરો...ખોટું તો !
