STORYMIRROR

Vishvesh Jhala (ઉમંગ)

Inspirational

4  

Vishvesh Jhala (ઉમંગ)

Inspirational

ખોખલા સંબંધ

ખોખલા સંબંધ

1 min
366

જુઓ, કેટલા ખોખલા થયાં છે આજના સંબંધ,

કે ક્ષણભરમાં થઈ જાય છે ઘરનાં દરવાજા બંધ,


આ જગતની દુષ્ટતાને હું જોઈ શકું છું બરોબર,

તમે એમ કદી ના માનશો, હું થઈ ગયો છું અંધ,


સામે રહીને વખાણ કરે છે, પાછળથી કરે વાર,

ઘણાં હીતશત્રુ પાસે હોય છતાંય ના આવે ગંધ,


બસ તારે ફક્ત આટલું જ કરતું રહેવાનું છે હવે,

ધૂપસળીની જેમ બળીને પ્રસરાવતો રહે સુગંધ,


આ જીવનના સફરમાં કાયમી સાથ કોણ આપે ?

લોકો એટલું સાથે રહે, જેટલું હોય ઋણાનુબંધ !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational