ખંડિત મૂર્તિ
ખંડિત મૂર્તિ
વિચારમગ્ન થયેલ અત્યાચાર પર,
અજ્ઞાત ભયથી ડરતી એકાંતમાં થરથર કાંપતી,
સ્પર્શથી ડરતી, પોતાને કલંકિત માનતી
ન કરેલ અપરાધની સજા ખુદને આપતી,
પોતાની જાતને સંકોરતી,
ખુદ ખુદથી ખોવાતી ગઈ,
અને અચાનક એક ભાવ, એક નિર્ણય
તેની સાથે થયેલ દુષ્કર્મ,
ઓછાયો નહીં પડવા દે સ્વજન પરિજન પર,
સવારે એક નિર્ણય સાથે ઊઠી,
ઉદાસી ખંખેરી
ઘરનાંને સ્નેહથી તરબોળ કરતી
સહજ રહી,
સાંજ દરિયા કિનારે વીતાવવા ચાલી
સૂર્યાસ્ત નિહાળતી મનોગત બોલી,
હવે આજ નિયતિ,
કોઈ નહીં જાણે મુજવીતી,
અકસ્માત ગણી ભૂલી જશે,
અને જીવન ત્યાગવાની તૈયારી કરી,
શા માટે કાયમ અનકહી વ્યથા સ્ત્રી જ સહે ?
અત્યાચાર સીતમ સ્ત્રી જ ભોગવે ?
બાળ સ્વરૂપ કે વૃદ્ધા કાયમ તે જ બધુ સહે ?
"કાજલ" અનુત્તર છે સવાલો સદીઓથી અહીં.
