ખજાનો ભરપૂર
ખજાનો ભરપૂર
લૂંટી લૂંટી લે માનવ ખજાનો છે ભરપૂર
કુદરત પાસે તારું ન ચાલે ખજાનો છે ભરપૂર,
લૂંટી લૂંટી લે માનવ ખજાનો છે ભરપૂર
વૃક્ષો જો વાવો તો ઓક્સિજન ભરપૂર,
ખનીજ તેલ કોલસો સોનું અને ચાંદી
ખોજ માનવ જમીનમાં ખજાનો ભરપૂર,
લૂંટી લૂંટી લે માનવ ખજાનો છે ભરપૂર
કળીયુગના માનવે લૂટવા માંડયુ,
ગરીબ લોક ને લૂંટી લૂંટી બેનામી સંપત્તિ
કુદરત રૂઠી અને ઘરમાં પૂરયો માનવને,
તોય લૂંટે ભરપૂર હે માનવ ખજાનો ભરપૂર
લૂંટી લૂંટી લે માનવ ખજાનો છે ભરપૂર,
ગજા મુજબ સૌએ સૌને લૂંટયા
પણ હવે સમજી જા માનવ,
હવે તો પાછો વળી કુદરતના ખજાનાને લૂંટ
માનવને ના લૂંટ ઓ માનવ,
લૂંટી લૂંટી લે માનવ ખજાનો છે ભરપૂર.
