STORYMIRROR

Sejal Ahir

Romance

4  

Sejal Ahir

Romance

કહી શકાતી નથી

કહી શકાતી નથી

1 min
236

હોંઠો પર આવેલી વાત કહી શકાતી નથી,

દિલમાં છુપાવેલી વાત કહી શકાતી નથી.


દુઃખની ઘડીમાં તડપાવી મને એકલી જાણી,

યાદોમાં સમાવેલી વાત કહી શકાતી નથી.


પથ્થર બની ઘણું મૌન રાખીને જીવી ગયા,

અંતરમાં દબાવેલી વાત કહી શકાતી નથી.


સુખનો સમુદ્ર પ્રેમનો હૈયામાં છલકાઈ ગયો,

પ્રેમથી સમજાવેલી વાત કહી શકાતી નથી.


જિંદગી સામે લડવા મૌન બની ઉભા રહ્યા,

એકલતામાં કોરાતી વાત કહી શકાતી નથી.


પ્રેમની તક્તિમાં ભાવેશને સ્થાન આપ્યું હતું,

રોમ-રોમમાં વસાવેલી વાત કહી શકાતી નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance