ખેડી લઉં છું
ખેડી લઉં છું
જમીન પડતર ખેડી લઉં છું,
ઝમીર સમથળ ખેડી લઉં છું.
કરી લઉં છું મહેનત ખેતરમાં,
ખમીર ખડતલ છેડી લઉં છું.
લખ્યું હોય જો કામ ખેડવાનું,
નશીબ લથબથ તેડી લઉં છું.
રેખા દોરી છે કામની સીધી,
લકીર સરભર ખેંચી લઉં છું.
પરસેવો પાડી લઉં ખેતરમાં,
યકીન અડસઠ ફેંદી લઉં છું.
પેટ ભરવાનું છે ભુખ્યાજનનું,
કઠીન કરવટ ભેદી લઉં છું.
ઉગાડું લીલુછમ ધાન હું 'દિન',
હસીન હરકત ખેલી લઉં છું.
