ખૈરાત
ખૈરાત
હદયના આઘાત થકી જન્મે આયાત એ કુરાન,
ને કોઈ ન જુવે એમ એ ખુદા તો થાય સાક્ષાત !
મારા અસલી વજૂદના ખાલીપામાં આવીને એ,
કરે છે રોજ રોજ મારી સાથે ગુપ્ત મુલાકાત !
પથ્થર કાંકરા સમ છૂટી સઘળી અપેક્ષાઓ,
પછી થઈ ઉજાગર અસલી ભીતરની ઔકાત !
બીજ અહંનું મરીને ખિલી ગયું છે ફૂલ સ્વનું,
તો જ થયો જીવન ક્લીના પુષ્પનો પમરાટ !
ટોળાને અપાઈ ગઈ તિલાંજલિ જ્યારથી,
ઉભરી ત્યારથી એકલતાની અનોખી જમાત !
હવે અલગારી ફકીરી થઈ આ સમગ્ર હસ્તી,
ઉજવે ઉત્સવ અનોખો આખે આખી કાયનાત !
આ "પરમ " હયાતી ને આ અફર બયાન મારૂં,
થઈ રહી અનાયાસ "પાગલ" પનની ખૈરાત !
