STORYMIRROR

Deval Maheshwari

Inspirational

3  

Deval Maheshwari

Inspirational

ખાટલો

ખાટલો

1 min
135

એકલો એકલો રડ્યા કરે

ખૂણામાં પડ્યો સળ્યા કરે 

કોઈ નથી પૂછતું ભાવ 

કેમ છો ખાટલાભાઈ ? સાથે પીયે ચાલો ચાય,


શુભ પ્રસંગે હતું એમનું માન 

જે કોઈ આવે મહેમાન વધતી એમની શાન 

બધી બાજુ એમના નામનું રટણ થાય 

ખાટલાભાઈ ક્યાં ? એમની શોધખોળ ચાલુ થાય,


સ્ત્રીઓની એમનું બહુ માન 

ઘર સફાઈમાં એ આવે ઘણું કામ 

આ બાજુથી એ બાજુ ફર્યા કરે 

ખાટલાભાઈ મનમાં ને મનમાં ફૂલાયા કરે,


સુખ દુઃખમાં ઘણું હતું એમનું માન

હવે કોઈ પૂછતું નથી એમનું ભાવ 

ખૂણામાં કોને કહે વ્યથા એમની હવે 

નથી રહી એમની શાન,


આધુનિક યુગમાં વધ્યું છે ખુરશીનું માન

ખાટલાભાઈની ગઈ હવે જાન 

હવે તો ખૂણામાં બેસી રડ્યા કરવું 

એકલા એકલા સડ્યા કરવું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational