STORYMIRROR

Aswin Patanvadiya

Classics

3  

Aswin Patanvadiya

Classics

કેવી મઝા ?

કેવી મઝા ?

1 min
921


કેવી મઝા ભાઈ કેવી મઝા ?

નદીને તીરે ભાઈ કેવી મઝા ?


રમવા- કૂદવાની એવી મઝા.

પગલાં પાડવાની એવી મઝા.

કેવી મઝા ભાઈ ....


નદીને તીરે ભાઈ કેવી મઝા ?

ઘર- ઘર રમવાની એવી મઝા.

શંખ વગાડવાની એવી મઝા.

છીપલાં વીણવાની એવી મઝા.

કેવી મઝા ભાઈ ...


ગોળ- ગોળ ઘૂમવાની એવી મઝા.

ખુલ્લા આકાશે ફરવાની એવી મઝા.

આંગળીથી લખવાની કેવી મઝા?

પેન્સિલ ન લાવવાની એવી મઝા.

કેવી મઝા ભાઈ ...


દાખલા ગણવાની કેવી મઝા ?

પાટી ન લાવવાની એવી મઝા.

રેતીમાં લખવાની કેવી મઝા ?

દફ્તર ન લાવવાની એવી મઝા.

કેવી મઝા ભાઈ ...


Rate this content
Log in

Similar gujarati poem from Classics