કેવી મજા હતી...
કેવી મજા હતી...
પેન, પાટી અને એક નોટ પાતળી,
પેન્સિલ સુંદર સંપત્તિ આપણી..
કેવી મજા હતી, જ્યારે આપણે નાનાં હતાં.
એ બિલોરી કાચના જાદુ
એ લખોટી કાચ ચમચમાતું..
કેવી મજા હતી, જ્યારે આપણે નાનાં હતાં.
પ્રાર્થનાખંડમાં શિસ્તબધ્ધ
વર્ગખંડના આપણે અઠંગ
કેવી મજા હતી, જ્યારે આપણે નાનાં હતાં.
