STORYMIRROR

Vanaliya Chetankumar

Children

3  

Vanaliya Chetankumar

Children

કેરી અને કેળું

કેરી અને કેળું

1 min
408

કેરી અને કેળા થઈ ગઈ મીઠી તકરાર

બેય કરે પોતાનો બચાવ


કેરી કહે હું ફળોનો રાજા હું છું સુંદર ફળ

કેળું કહે મને બારે માસ ખાતા હું છું સુંદર ફળ


કેરી કહે મને ગરમીમાં મોજથી માણતા હું છું મોજીલું ફળ

કેળું કહે મને આખું જગ મોજથી ખાતા હું હું છું મનગમતું ફળ


કેરી કહે હું છું મધ મીઠી લોકો ચાહે છે મને

કેળું કહે હું છું શુદ્ધ લોકો મને પસંદ કરતા


કેરી કહે હું અમૃત ફળ મારી છે વાહ વાહ

કેળું કહે હું સ્વાદિષ્ટ ફળ મારી ઓળખાણ સદા


કેરી કહે મારુ વુક્ષ છે મોટું હું છું સૌથી ઉપર

કેળું કહે મારું પાન છે લાંબુ હું છું સૌથી મોટું


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children