Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ramesh Patel (Aakashdeep)

Inspirational

4.0  

Ramesh Patel (Aakashdeep)

Inspirational

કેમ ન ગાઉં ગૌરવ થઈ ગુજરાતી

કેમ ન ગાઉં ગૌરવ થઈ ગુજરાતી

1 min
201


સાગર શાખે સપ્તખંડે તવ ખ્યાતિ

કેમ ન ગાઉં ગૌરવ થઈ ગુજરાતી

અમારી ગજગજ ફૂલતી છાતી

 

હુન્નર સભર ગુર્જર ધરા ઉર અમીરી

પાવનઅમનપ્રિય ગુર્જર ખમીરી

ટહુકતી લીલી કુંજ લહેરાતી…

 અમારી ગજગજ ફૂલતી છાતી

 

ત્રિસિંહ મુદ્રા અમ વતન રાષ્ટ્રપ્રમાણી

સત્યાગ્રહી ગાંધી બન્યા વિશ્વની વાણી

ઈતિહાસ રચે ગુર્જરી જાતી….

અમારી ગજગજ ફૂલતી છાતી

 

ભારત ઐક્ય; વલ્લભ જ શિલ્પી ખ્યાતિ

વિશ્વવિરાસતરાણકીવાવમિરાતી

શિલ્પ હસ્ત કલા આજ હરખાતી…

અમારી ગજગજ ફૂલતી છાતી

 

શ્વેત– હરિત ક્રાન્તિ જનઉરે મદમાતી

લોકકલા રમતી સજતી મેળે ગાતી

મૈયા નર્મદા ઐક્ય સજાતી…

અમારી ગજગજ ફૂલતી છાતી

 

સર્વધર્મ સમભાવ રંગ જગકલ્યાણી

ગાશે ઉન્નતિ ગાથા જ ગુર્જર જ્ઞાની

વિશ્વજનીન ગુર્જર ઉર સુખદાતી…

અમારી ગજગજ ફૂલતી છાતી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational