કેમ ભુલે ?
કેમ ભુલે ?
તું કહે છે તો ભુલી જઇશ હું તારા અસ્તિત્વ ને આ જ પળે,પણ
તારી આંગળીઓમા ઝુલેલી આ લટો કેમ ભુલે ?
તારા ચેહરાને તરસતી આ આંખો કેમ ભુલે ?
તારા હોઠોથી તૃપ્ત અા અધરો કેમ ભુલે ?
તારા સ્પર્શથી સાર્થક મારુ રોમરોમ કેમ ભુલે ?
તારા નામથી ધડકતુ આ હ્રદય કેમ ભુલે ?
અરે ભવોભવથી તને ઝંખતી મારી આત્મા કેમ ભુલે ?