કદાચ ભગવાન "સ્ત્રી" જ હશે
કદાચ ભગવાન "સ્ત્રી" જ હશે
આકાશમાં વિહરતાં રંગબેરંગી સુંદર પંખીઓ,
સમુદ્રની અંદર મળતાં સફેદ, ચમકતાં મોતીઓ,
વિવિધ પશુઓ, પ્રાણીઓનાં હજારો પ્રકાર,
ફૂલોની લાખો સુગંધ, રંગ અને મનોહર આકાર,
સવાર, સાંજ આકાશમાં પૂરાતાં હજારો રંગો,
હવાથી, જળથી બનતાં કર્ણપ્રિય સંગીતના તરંગો,
આ સમગ્ર રચનામાં ભેળવી ઘણી અનુભૂતિ,
ત્યારે બની આ અદભૂત, અજાયબ, જાદુઈ પ્રકૃતિ,
આટલું અતુલ્ય, બારીક કામ કોણ કરી શક્યું હશે ?
કદાચ આ સર્વનાં સર્જક ચોક્કસ કોઈ "સ્ત્રી" જ હશે.
