કૈક અલગ લાગે છે
કૈક અલગ લાગે છે
આપણા સંબંધમાં કૈક અલગ લાગણી બંધાઈ લાગે છે,
તું હોય સાથ તો પાનખર પણ વસંત લાગે છે,
આ સ્વાર્થી દુનિયામાં તું એકજ લાડકી લાગે છે,
તું સાથ હોય તો ઉનાળે વરસાદ લાગે છે,
સાચવ્યા કરું છું તારી-મારી અનહદ લાગણીનો ભંડાર,
તું સાથ હોય તો એકાંતમાં ગિડદી લાગે છે,
કેમ તું દૂર રહીને પણ મને આટલો બધો ચાહી લે છે,
તું સાથ હોય તો જેલ પણ હવેલી લાગે છે,
રાખ્યા છે અનંત વરસોથી આપણે પ્રેમ સંબંધ,
તું સાથ હોય તો દુનિયા પણ અજાણી લાગે છે,
નહિ હું મહાદેવ તોય તારા હાથનું ઝેર અમૃત લાગે છે,
તું સાથ નથી તો પણ મારામાં મને તારી લાગણી લાગે છે.

