STORYMIRROR

Vrajlal Sapovadia

Abstract Children

4  

Vrajlal Sapovadia

Abstract Children

કારતક

કારતક

1 min
47


ઢળતી રાતે વહેતી આહલાદક ઠંડી 

કિસાન કારતકે લાવતા જણસ મંડી,


નૂતન વર્ષે કારતકમાં લંબાતી રાત 

ભૂલાતી નથી હજી દિવાળીની વાત,


કારતક જો મંદો બાર મહિના આકરો 

ભાઈબીજ, લાંભપંચમી આનંદો કરો,


તુલસી વિવાહ ને વળી દેવ દિવાળી 

રૂપેરી નીરખી વ્યોમ વાદળી રૂપાળી,


બન્યો કારતક મહિને કણબી ડાહ્યો 

ઠૂંઠવાતાં ટાઢે મલક મધ્યાહ્ને નાહ્યો,


પૂનમે સોમ ઝળકતો કૃતિકા નક્ષત્ર 

ભર્યું નભ સિતારે ઝળહળે તેજ છત્ર,


ગાલ ને શિશુના હોઠ ફાટતા દાઝતા 

અધિક માસ કારતકે દુર્લભ દૂઝતા,


ઢળતી રાતે વહેતી આહલાદક ઠંડી 

ઉતર્યે કારતકે ટાઢકે રાત રણચંડી.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract