કારણ છે ક્ષમા
કારણ છે ક્ષમા
વીર છે તે મહાવીર છે એનું આભૂષણ છે ક્ષમા;
રગરગમાં વ્યાપેલી ઘૃણાનું એક મારણ છે ક્ષમા.
બુદ્ધ અને મહાવીર જગમાં ઇશ થઇ પૂજાય છે;
એક માત્રને માત્ર એનું કારણ છે ક્ષમા.
મહાવીર થઈને જીવનમાં માફ દુશ્મનને કરો;
સૌના દિલને જીતવાનું એક કામણ છે ક્ષમા.
કાચા સુતરના તાંતણા સમું છે સંબંધોનું વિશ્વ;
તૂટેલ સંબંધ જોડવાનું એક કારણ છે ક્ષમા.