કારાગાર કર
કારાગાર કર


આત્માનો કરી દીદાર,
પોતાનો તું નકાર કર,
કરની રેખાઓને બાંધી,
નસીબને કારાગાર કર,
સ્વયં શ્રદ્ધાએ ઉભો થા,
એકલો હાહાકાર કર,
મુસીબતો આવે ભવમાં,
હસતા મોઢે સ્વીકાર કર,
લોઢું મળ્યું ભલે ભવમાં,
એને ટીપીને તલવાર કર,
આત્માનો કરી દીદાર,
પોતાનો તું નકાર કર.