STORYMIRROR

Meena Mangarolia

Romance

3  

Meena Mangarolia

Romance

કાનો ક્યાં હતો હવે મારો

કાનો ક્યાં હતો હવે મારો

1 min
143

મેં અંતરથી જાણ્યું,

કે કાનો મારો છે,

પણ, કાનો ક્યાં હતો હવે મારો,

કાનો હતો રુકમિણીનો,

રાધા તો આંસુ સારતી રહી,

પણ, કાનો ક્યાં હતો હવે મારો,

પલ પલ મને રિઝાવે કાનો,

હાથ છોડાવીને જાય,

પણ, કાનો ક્યાં હતો હવે મારો,

યમુનાને કાંઠે રાધાને બોલાવે,

રુકમણી સંગ કરે ગોઠડી,

પણ, કાનો ક્યાં હતો હવે મારો,

માખણ મિસરી રાધા ખવડાવે,

રુકમણી હિંડોળે કાના સંગ,

પણ, કાનો ક્યાં હતો હવે મારો,

રાધાના મનને ના ઓળખે કાનો,

કેમ કરી મનને સમજાવું,

પણ, કાનો ક્યાં હતો હવે મારો,


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance