કાન્હા
કાન્હા
એવી રે લાગી કાન્હા તારી મોહિની,
તારી, બંસીના સૂરે દુનિયા દિવાની,
ઘેરી વળે મને સૌ સખી-સહેલી,
કાન્હાની પ્રીતમાં થઈ એવી હું ઘેલી,
પીધો અમૃતરસ રાધા-કૃષ્ણની પ્રીતનો,
દુનિયા ન સમજે છે રસ આ હેતનો,
નિર્મળ હૈયે પીધો પ્યાલો ભક્તિરસ કેરો,
આતમે ચડ્યો અદ્ભુત નશો આ અનેરો.

