STORYMIRROR

Kinjal Pandya

Romance Others

4  

Kinjal Pandya

Romance Others

કાનાના સંગનો રંગ

કાનાના સંગનો રંગ

1 min
414

લાગ્યુ મનડું મારું આજ આ કાનજીને સંગ,

લાગ્યો છે હવે મને આજ તો એનો જ રંગ,


આજ મારે રાસ રમવાનું જાણે કે એની સંગ,

આવ્યો છે ખૂબ આજ મારી મહેંદીનો'ય રંગ,


નાકે નથડી પહેરી મેં તો એને હૈયે રાખી સંગ,

હાથે ચૂડલો પહેર્યો મેં તો લાલ છે એનો તો રંગ,


ફેરા ફરીશ આજ ભવોભવના હું એની જ સંગ,

ચૂંદડી ઓઢી મેં તો માથે એ કાનુડાને ગમતો રંગ,


કહી દીધું છે મેં આજ માધવને રાખ મને તારી સંગ,

આ જીવનમાં નથી રહ્યો બીજો કોઈ હવે રંગ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance