STORYMIRROR

Rakesh Rathod Mitr

Romance

2  

Rakesh Rathod Mitr

Romance

કામણગારી

કામણગારી

1 min
2.5K


કામણ ગારી કાયા તારી,

રંગીન તારી લાલી છે.

 

વદન તારું ફૂલની પાંખડી,

નયન જાણે સુરાહી છે.

 

પરીઓ જેવી ચાલ તમારી,

વાતોમાં કઈ જાદુ છે.

 

રેશમ જેવા કેશ તમારા,

મહેક એની બહુ પ્યારી છે.

 

હસતાં જ્યારે ખંજન પડતાં,

એ ગાલ બહુ ગુલાબી છે.

 

મહેંદી રચેલાં હાથ તમારાં,

પગમાં મહેંદી લાગી છે.

 

રૂમઝુમ કરતી વાગે પાયલ,

એ ધૂન બહુ સુંવાણી છે.

 

મુખ તારૂં રૂપાળું છે,

ને કોયલ જેવી વાણી છે.

 

પણ "રાકેશ"ને "નીશું" તારી,

આંખો સૌથી વ્હાલી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance