હોય છે
હોય છે
1 min
13.3K
રણ પ્રદેશે જે ફરેલા હોય છે,
મૃગજળ એણે પીધેલા હોય છે.
આંસુઓ જેના છે સુકાઈ ગયા,
એજ ભવસાગર તરેલા હોય છે.
ખૂબ સાંભળવા ગમે સૌ શબ્દ એ,
તે મને જે પણ કહેલા હોય છે.
જે જરૂરતથી ઊંચું છે બોલતા,
એ જ ભયથી થરથરેલા હોય છે.
જેમને ગુસ્સો કદી ના આવતો,
કોક એવા અવતરેલા હોય છે.
મોતનો ભય ના બતાવો એમને,
જે તમારા પર મરેલા હોય છે.
આંખ મીચું યાદ આવે "મિત્ર" સૌ,
જેની સાથે દિલ મળેલા હોય છે.
