STORYMIRROR

Rakesh Rathod Mitr

Others

2  

Rakesh Rathod Mitr

Others

શિવ ગઝલ

શિવ ગઝલ

1 min
2.9K


દૂધ પણ ચડે તારા ઉપર ને બિલ્લી પત્રો પણ ચડે,

કૈલાસ પર્વત પર રહે ને ભસ્મ અંગો પર મળે.

 

વધ્યા છે પાપ આ જગમાં ને બેસીને તું જોતો રહે,

જો નેત્ર ત્રીજું ખોલી દે, સંસાર આખો થરથરે.

 

છે ગુસ્સો તારી આંખમાં ને સ્નેહ પણ એમાં રહે,

આકાશમાંથી ઊતરી જટાથી એ ગંગા વહે.

 

એક હાથમાં ત્રિશુલ રહે એક હાથમાં ડમરું રહે,

શંભુ તને તાંડવ ગમે, તો પણ તને ભોળો કહે.

 

દેવોથી મોટો દેવ તું હર દેવતા તુજને નમે,

"રાકેશ" હવે તુજ આશરે આ "મિત્ર"નું જીવન તરે.


Rate this content
Log in