STORYMIRROR

Rakesh Rathod Mitr

Inspirational

2  

Rakesh Rathod Mitr

Inspirational

દિલ મારું જે કહે

દિલ મારું જે કહે

1 min
2.4K


મુક્તક

 

રાગ ને અવાજ હો તો ગઝલ ગવાય છે

દિલ પ્રેમથી ભરો તો ગઝલ લખાય છે

એમને હું કેમ સમજાઉં વાત દિલની

યાદ હું કરું જરા ને ગઝલ રચાય છે.

 

 

ગઝલ

 

દિલ મારુ જે કહે છે એ લખી સર્જુ ગઝલ

દર્દ કરતા પ્રેમ પર હું તો લખી સર્જુ ગઝલ

 

રૂપ પર તારા અગર જો ના લખું તો શું લખું

તારી વાતો ના લખું તો શું લખી સર્જુ ગઝલ

 

હો અગર જો હાથ તારો મુજના આ હાથમાં

ફક્ત તારા હાથનું વર્ણન લખી સર્જુ ગઝલ

 

આંખ પર તારી લખું કે ચાલ પર તારી લખું

ચાલ તારા ગાલ પર આજે લખી સર્જુ ગઝલ

 

હોઠની તો વાત તારા હું કરી શકતો નથી

જો મળે ચુંબન મને એનું લખી સર્જુ ગઝલ

 

સાદ તારો સાંભળી ખોવાય જાઉં છું હવે

દાદ આપે સૌ મને જો એ લખી સર્જુ ગઝલ

 

છે અલગ કૈ પ્રેમ વાચા "મિત્ર" તારા પ્રેમમાં,

"મિત્ર" તારી પ્રેમ ગાથાને લખી સર્જુ ગઝલ.

 

 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational