STORYMIRROR

Rakesh Rathod Mitr

Inspirational

2  

Rakesh Rathod Mitr

Inspirational

પતંગ જેવી જિંદગી

પતંગ જેવી જિંદગી

1 min
14.2K


આ મારી જિંદગી ને એ પતંગ બસ એક જેવા છે,

જરા ઢીલા પડ્યા તો કાપવા સો લોક બેઠાં છે.

 

અગર ઊડી નથી શકતા તો સૌ ધુતકારતા અમને,

સહારો પ્યારથી તો કોય’દિ ક્યાં કોઈ દેતા છે

 

જરા ઉપર શું ઊડ્યા અમે, એમાં નજર લાગી,

કહેવા તો બધા લાગ્યા કે કરવા ભોંય ભેગા છે.

 

લથડતા જોઈને અમને મનાવે છે ઘણાં ખુશીયો,

પકડવા એ બધા અમને બિછાવી જાળ બેઠાં છે.

 

કપાઈને પછી પણ "મિત્ર" સૌને ખુશ રાખે છે,

હતો કોનો? થઈશ કોનો? ક્યાં કઈ લેવા કે દેવા છે.

 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational