STORYMIRROR

Rakesh Rathod Mitr

Others

3  

Rakesh Rathod Mitr

Others

ગુલાબ કિતાબમાં

ગુલાબ કિતાબમાં

1 min
13.7K


જોઈને એ ગુલાબને આજે કિતાબમાં,
ખોવાઈ હું ગયો છું એ જુના સવાલમાં.

મેં તો અમસ્તું પૂછી લીધું તું, તને છે પ્રેમ?
ના ના હતી છતાંય હતી હા જવાબમાં.

તકદીરમાં લખ્યું નથી સંગાથ આપણો,
રહેતા છતાંય આપણે તો સાથ સાથમાં.

હું જાણું છું આ વાત બરાબર નથી છતાં,
ભુલાવવા હું તુજને ડૂબ્યો શરાબમાં.

કહેવું છે 'મિત્ર' આજ ઘણું પણ જવાદે યાર,
છે કેટલીય વાત દબાઈ ગુલાબમાં.

 

મિત્ર રાઠોડ


Rate this content
Log in