કાજળ
કાજળ
તારુ કાજળ કામણગારું છે,
વાવાઝોડુ અંહી એકધારુ છે,
કાજળ છે તો છે અજવાળું,
નહિતર હરઘડી અંધારુ છે,
એક કાજળનો આધાર છે,
તુજ વિના કોઈ નોધારુ છે,
કાજળ એમાંય કાળી આંખો,
જુઓને મુખડુ કેટલુ પ્યારૂ છે,
કાળા નયન એમા રાતા ગાલ,
મુખપર સ્મિત કેટલુ ન્યારુ છે,
જોઉ તને અને જીવી જવાય,
લાગે કે જીવન કેટલુ સારુ છે,
આ ખોટુ વ્યસન છે જાણુ છુ,
ભલે ચડતું નથી પણ દારૂ છે.