કાગડાભાઈ બહું ગમતાં
કાગડાભાઈ બહું ગમતાં
મમ્મી મને પેલા કાગડાભાઈ બહું ગમતાં
એતો સ્વચ્છતાનો ખ્યાલ બહું રાખતાં
મમ્મી મને....
એ તો કાઉ કાઉ કરતા
ઘરના ટોડલે આવી બેસતા
મમ્મી મને.....
ઘર આંગણે આવીને એંઠવાડ ખાતા
ઘરને સ્વચ્છ સ્વચ્છ રાખતાં
મમ્મી મને.....
શ્રાદ્ધમાં એ ઘેર ઘેર ફરતા
નવી નવી વાનગીઓ જમતા
મમ્મી મને.....
