જવાબદારીનો જંગ
જવાબદારીનો જંગ
હરેક પળે બદલાય છે જીવનના રંગ,
જીવન છે જાણે જવાબદારીઓનો જંગ !
માનવી લડતો રહે છે આશાની તલવાર સંગ,
લડતા લડતા થશે પરિસ્થિતિ બને છે તંગ,
થાકીને લોથપોથ બને છે અંગ અંગ,
તોય ક્યાં જીતાઈ છે આ જિંદગીનો જંગ !
બસ આશા ઉલ્લાસના રંગે તું તારી જાતને રંગ,
રાખ તારા નસેનસમાં ભરી ઉમંગ,
તો સફળતા રહેશે સદા તારે સંગ,
તારી સફળતાની ઊંચાઈ જોઈ રહી જશે સૌ દંગ.
