STORYMIRROR

Sheetal Bhatiya

Inspirational Others

3  

Sheetal Bhatiya

Inspirational Others

જવાબદારી

જવાબદારી

1 min
389

જીવનના પાસા સર કરતાં કરતાં, 

એ તો બદલાઈ જાય છે.

કર્મકુશળતાથી એ તો,

પલટાઈને વ્યક્તિ વિકાસ થાય છે.

‘સ્વ’ના અસ્તિત્વની ઓળખ છે, આ જવાબદારી ! 


ધીમે ધીમે થતાં પરિવર્તનમાં,

મશગુલ થઈ જવાય,

પોતાની જવાબદારી નિભાવતાં,

‘સાગર’ સમ ગાંભીર્યતા છે લેવાય,

 ‘સ્વ’ના અસ્તિત્વની ઓળખ છે, આ જવાબદારી ! 


રસપ્રદ રમત જેમ રમી,

યોગ્ય રીતથી જીતી લેવાય હળવાશ,

અધવચ્ચે સંજોગવસાત્ નિભાવવી બને અશક્ય,

તો વ્યાપી જાય થોડી થોડી ક્યાંક એની કડવાશ,

'સ્વ’ના અસ્તિત્વની ઓળખ છે, આ જવાબદારી! 


હા ! શરુઆત જ હોય એની એવી,

કે’ આપે હૈયાને સાંત્વના જો,

ક્યારેક અટકીને પણ ફરીથી શરુ થઇ જાય,

હોય માનવતાના નાતે તો,

‘સ્વ’ ના અસ્તિત્વની ઓળખ છે, આ જવાબદારી ! 


જાણી ‘સ્વ’ની જવાબદારી લઈએ,

માત્ર તેટલી ને તેટલી જ,

જવાબદારીથી મેળવી લેવાય છે હક્ક,

‘જવાબદારી‘ ને ‘હક્ક’ની આ દુનિયા, 

‘સ્વપ્નીલ‘ને મન  સુંદર ગોઠવાયેલ સૃષ્ટિ જેટલી જ !


‘સ્વ’ના અસ્તિત્વની ઓળખ છે, આ જવાબદારી,

‘સ્વ’ના અસ્તિત્વમાં જ ખીલવાની આ તો છે રીત !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational