જતું કરો
જતું કરો




જો દરેક જગ્યાએ તમે જ જતું કરો,
તો પછી ક્યારે તમારું મનગમતું કરો ?
સંબંધો નિભાવવા ખૂબ અઘરાં હોય,
સહેલાં ત્યારે થાય જો તમે નમતું કરો,
ઢાંકી રાખો ત્યાં સુધી બરાબર છે વાત,
બગડે છે બાજી, જો જરાક છતું કરો,
ભૂલી જાઓ ભૂતકાળ ત્યારે વાત બને,
આગળ વધો, જીવનને તેમ રમતું કરો,
સંબંધની પાનખર ત્યારે જ બદલી શકે,
જો અહમ નામનું પીછું તમે ખરતું કરો !