STORYMIRROR

Dilip Ghaswala

Inspirational Classics

3  

Dilip Ghaswala

Inspirational Classics

જત જણાવવાનું સખી

જત જણાવવાનું સખી

1 min
27K


જત જણાવવાનું સખી,જો પ્રેમનાં પુષ્પો ઝરે,

સ્પર્શ તારો પ્રેમની વેલી બનીને પાંગરે.

વ્યોમ ગંગાનાં કિનારે સાંભળું સૂરાવલી,

મેળવીને સામવેદી સ્વર ઋચાઓ ઉતરે.

શ્વાસનાં સૂત્રે પરોવી દો ગઝલનાં શે’રને.

પ્રેમ ચંદરવો બની સુંદર ગઝલને આવરે.

મઘમઘે કૈંક ઊર્મિઓનાં શબ્દરૂપી આ ફૂલો,

લાગણી સૌ મસ્ત ઐરાવતસમી ક્રિડા કરે.

ત્યાગ તારાં શસ્ત્ર, જીતની ખેવના ના રાખ તું,

હારની પીડા ખમી લે- તે જ ઊંચે સંચરે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational